Tuesday, 28 June 2016

અંતર ખેડ - શિક્ષામૃત

શિક્ષામૃત

પુ. સહજાનંદ સ્વામી દ્વારા પોતાના આશ્રિતો માટે યોગ્ય જીવનધર્મનો માર્ગ બતાવતા સુત્રો શિક્ષાપત્રી તરીકે જાણીતા છે. કોઈપણ યુગમાં પ્રસ્તુત આ ધર્મબોધમાંથી કેટલાક અમૃત બિંદુઓ આપણે પણ ઝીલીએ. અમારા આશ્રિત કોઈ જીવ પ્રાણીમાત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જૂ, માંકડ, ચાંચડ આદિ જીવની પણ હિંસા ન કરવી.
  • અમારા આશ્રિત કોઈ જીવ પ્રાણીમાત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જૂમાંકડચાંચડ આદિ જીવની પણ હિંસા ન કરવી.
  • દેવતા કે પિતૃઓના યજ્ઞાર્થે પણ બકરાં, મૃગલાં, સસલા, માછલાં આદિ કોઈ જીવની હિંસા ન કરવી કેમકે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વ શાસ્ત્રોમાં કહ્યું છે.
  • સ્રી, ધન, રાજ્યની પ્રાપ્તિ અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી.
  • આત્મઘાતનો તો તીર્થમાં પણ વિચાર ન કરવો. ક્રોધના આવેશમાં આવીને ક્યારેય કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તો મુંઝાઈને પણ આત્મઘાત ન કરવો.
  • ઝેર ખાઈને કે ગળે ટુંપો ખાઈને તથા કૂવે પડીને અથવા પર્વત પરથી પડીને ઈત્યાદિક કોઈ રીતે આત્મઘાત ન કરવો.
  • ક્યારેય પણ પોતાનાથી કોઈ અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્ર આદિથી પોતાના કે બીજાના અંગનું છેદન ન કરવું.
  • અમારા આશ્રિત પુરૂષ કે સ્ત્રીઓએ ક્યારેય પણ વ્યભિચાર ન કરવો. જુગાર આદિનો ત્યાગ કરવો.
  • જો માંસ કોઈ યજ્ઞનું શેષ હોય તો પણ આપત્કાળમાં પણ ક્યારેય ન ખાવું.
  • ત્રણ પ્રકારની સુરા કે અગિયાર પ્રકારનું મદ્ય જો કોઈ દેવને ચડાવેલ નૈવેદ્ય હોય તો પણ ન પીવું.
  • જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિ જીવોની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય પણ ન ખાવું.
  • જો ઔષધ દારુ કે માંસયુક્ત હોય તે પણ ન ખાવું. વળી જે વૈદ્યના આચરણને જાણતા ન હોઈએ તેણે આપેલ ઔષધ પણ ક્યારેય ન ખાવું.
  • ભાંગ, મફર, માજમ, ગાંજો આદિ કેફ કરનાર વસ્તુઓ ખાવા નહી અને પીવા પણ નહી.
  • અમારા આશ્રિતોએ દર્મનું કામ કરવા માટે પણ ક્યારેય ચોરનું કર્મ ન કરવું. કાષ્ટ, પુષ્પ વગેરે કોઈપણ વસ્તુ જો કોઈની ધણીયાતી હોય તો તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું.
  • કોઈ જગ્યાએ ચોરમાર્ગેથી પેસવું નહી. કોઈના ધણીયાતા સ્થાનમાં તેના ધણીને પુછ્યા વિના જવું નહી કે ઉતારો કરવો નહી. 


No comments:

Post a Comment