
જેમાં વાત કરીએ
કૃષિતીર્થ સમાન રાજ્યની ચારેય કૃષિ યુનીવર્સીટીઓ, તેમના સંશોધન કેન્દ્રો, વિવિધ
કૃષિ મહાવિદ્યાલયો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, આ સંસ્થાઓમાં રહી જાતજાતના કૃષિલક્ષી
સંશોધનો કરતા કૃષિ વિજ્ઞાનીઓ અને અધિકારીઓની. અમે તેઓના આભારી છીએ કે તેમણે કૃષિ
સંશોધનોની નવી માહિતી અને વિગતોને ખેડૂતો સુધી પહોંચાડવા માટે ‘સમૃદ્ધ ખેતી’ને
માધ્યમ તરીકે પસંદ કર્યું છે. આ સાથે જ અમે આભારી છીએ એ સત્યનિષ્ઠ અધિકારીઓના કે
જેઓ કૃષિ સંબંધિત સરકારી કચેરીઓમાં બેસીને ખરા અર્થમાં વિવિધ લોકકલ્યાણકારી કાર્યો
કરી રહ્યાં છે. અને ખેડૂત સમાજના વિશાળ હિતમાં પ્રમાણભૂત માહિતી પ્રકાશિત કરવા
માટે સમયાંતરે ‘સમૃદ્ધ ખેતી’માં મોકલે છે. તેમજ સમયાંતરે અમારું માર્ગદર્શન પણ કરે
છે.
એક સામાન્ય નિયમ છે કે
ક્યારેય ઘરના લોકોનો આભાર માનવાનો ન હોય. છતાં પણ આ પ્રસંગે ‘સમૃદ્ધ ખેતી’ના એ
તમામ આદરણીય કટારલેખક મિત્રોને સલામ કરતા સ્વયંને રોકી શકતો નથી. જેઓ પોતાના
વ્યાવસાયિક અને પારિવારિક વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢીને આપણા માટે જાણકારીના ખજાના
સમાન અનુભવ લખાણો મોકલી રહ્યા છે. સાથોસાથ આ લેખક મિત્રોના પરિજનો પણ એટલા જ
આદરમાનના અધિકારી છે કે તેઓ થોડીઘણી અગવડતા સહીને પણ આપણા લેખકોને વિચારવાની,
લખવાની મોકળાશ આપી રહ્યા છે.
મિત્રો, માહિતી અને લેખો
મળ્યા પછી જે લોકોની ભૂમિકા શરૂ થાય છે તેવા અમારા ડીઝાઈનર બંધુઓ, આવું સુંદર
છાપકામ કરી આપતા પ્રિન્ટર અને બાઈન્ડીંગ કરતા મિત્રો, એક-એક અંકને કાળજીપૂર્વક પેક
કરી - સરનામાનું સ્ટીકર અને ટપાલ ટીકીટ ચીપકાવવાનું કાર્ય કરતા અમારા કાર્યાલયના
સહકર્મીઓ તેમજ ‘સમૃદ્ધ ખેતી’ને આપના સુધી પહોંચાડવામાં મદદરૂપ પોસ્ટ અને કુરીઅરના
મિત્રોને પણ દિલથી ‘થેંક્યું’ કહેવાનું કેમ ભૂલાય. આ ઉપરાંત અહી જેઓનો ઉલ્લેખ કરતા
રહી ગયું હોય તે સર્વે નામી-અનામી મિત્રોને કરબદ્ધ વંદન. આજે અમારી કૃષિયાત્રાના આ
પાંચમાં પગથીએ ઉભા રહીને એ સ્પષ્ટ જોઈએ છીએ કે રાષ્ટ્રના વિકાસનો માર્ગ જો હરિયાળો
કરવો હશે તો સમૃદ્ધ ખેતી કરવી અનિવાર્ય છે.
No comments:
Post a Comment